ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન, રીક્રિએશનલ ગ્રાઉન્ડ ખાતે પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી શ્રી બચુભાઈ એમ. ખાબડની મુખ્ય ઉપસ્થિતિમાં ૭૪મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી સાથોસાથ ભારતની ચારે દિશામાં ઉન્નતિ થાય તેવી પ્રાર્થના કરી હતી.
૭૪મા પ્રજાસતાક પર્વ નિમિતે મંત્રીશ્રીએ શહીદોને યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી વંદન કરી નાગરિકોને પ્રજાસતાક પર્વની શુભેછાઓ પાઠવી. મંત્રીશ્રીએ ગુજરાતની પ્રગતિની જાણકારી આપતા જણાવ્યું કે, ગુજરાત કૃષિ, ઉદ્યોગો અને સેવા કાર્યોમાં નિરંતર પ્રગતિ કરી રહ્યું છે તેનું એક માત્ર કારણ ગુજરાતની ખમીરવંતી જનતા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સૂત્ર ‘સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ ના પરિણામ સ્વરૂપે ગુજરાત ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યું છે. કૃષિ, આરોગ્ય, રોજગારીના તમામ ક્ષેત્રોમાં ગુજરાત પ્રથમ રહ્યું છે.
જેહાન મલેકે ગુજરાતનુ ગવરવ વધારી મુસલીમ સમાજને નેસનલ વોલીબોલ સ્પર્ધા મા હરીયાના ને માત આપી પોતાની કેપટનસીપમા વીજય અઅપાવી ગુજરાતના ઈતીહાસમા પેહલીવાર નેસનલ વોલીબોલ ગેમ જીતી ગોલ્ડ મેડલ અને રોકડ ઈનામ મેડવી ગુજરાત અને મુસલીમ સમાજનુ ગવરવ વધાર્યુ તે બદલ ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ એમ.ખાબડ ના હસતે વનાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે જીલ્લા કક્ષા ના ધ્વજ વંદન ના પોગરામમા એવોર્ડ થી સન્માનીત કરવામા આવ્યુ હતું
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર