74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્ હસ્તે બોટાદ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યકક્ષાની આ ઉજવણીમાં સહભાગી થયા હતા તથા માનનીય રાજ્યપાલશ્રી સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું...
રાષ્ટ્રીય પર્વની ઉજવણીના આ ગૌરવવંતા સમારોહમાં વિવિધ પ્લાટૂનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપી હતી તથા વિવિધ સુરક્ષા દળો દ્વારા અદ્ભૂત કૌવત અને કૌશલ્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું...