સુપ્રસિધ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા પાવાગઢ ખાતે આવેલ પાવાગઢની તળેટી ચાંપાનેરમાં  આજ રોજ દેશભક્તિની ભાવના સાથે ધામધૂમથી ૭૪ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજ રોજ સવારે 8 કલાકે પાવાગઢ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના બાળકો શાળાનો સ્ટાફ સહિત પાવાગઢના અગ્રણી નાગરિકોએ 74 માં પ્રજાસત્તાક દિવસ નિર્મિતે   યાત્રાધામ પાવાગઢ ખાતે તળેટીમાં આવેલ ચાંપાનેર ખાતે ૨૬ મી જાન્યુઆરીના રોજ ઐતિહાસિક ધરોહર ગણાતી જૂનાં કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે પાવાગઢ પોલીસ, પાવાગઢ મહાકાળી મંદિરના ટ્રસ્ટી વિનોદભાઈ વરીયા અને ચાપાનેરમાં આવેલી શાળાનાં શિક્ષક,વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.