હાલોલ નગરમાં આવેલ સુપ્રસિદ્ધ કલરવ શાળાના પ્રાંગણમાં 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી આ દિન નિમિત્તે ૨૬ વિદ્યાર્થીઓ દ્વારા યોગના વિવિધ આસન જેવા કે ત્રિકોણ આસન, વક્રાસન, મંડુકાસન અને સૂર્ય નમસ્કાર જેવા આસનો યોગ શિક્ષક શ્રીમતી કાજલ ગાંધી ના માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું.
આજના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા શ્રીમતી અંકિતાબેન ગોહિલ ના વરદ હસ્તે 8:30 ના સુમારે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ દિન નિમિત્તે ઉપસ્થિત રહેનાર મુખ્ય મહેમાન શ્રીનું સ્વાગત અંગ્રેજી માધ્યમ ધોરણ 4-A માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. ડિમ્પી અહીરવાલે કર્યુ. ઉપસ્થિત મહેમાન શ્રી એ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું જેમાં તેમને ભારતની સ્વતંત્રતા માટે કેટલાક વીરોએ પોતાના બલિદાન આપ્યા, તેમના બલિદાનોને યાદ કરીને દેશની એકતા માટે દરેક નાગરિકે પોતાની ફરજ નિભાવી જોઈએ તેમજ ભારતની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પણ આપી. શાળાના આચાર્ય શ્રીમતી ડૉ. કલ્પનાબેન જોશીપુરાએ આ પ્રસંગોચિત પોતાનું વક્તવ્ય આપ્યું. જેમાં તેમને દેશની આઝાદીની વાત કરી અને આપણે ભારતના નાગરિક તરીકે આપણા વડાપ્રધાન મા. શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના કાર્યોમાં સાથ સહકાર આપીને દેશની પ્રગતિમાં પોતાનો યથ કિંચિત ફાળો આપવો જોઈએ. પોતાના વક્તવ્યના અંતમાં "વંદે માતરમ" અને "જય હિન્દ" ના નારા લગાવવામાં આવ્યા.
આ વખતે પ્રજાસત્તાક દિન વસંત પંચમીના દિવસે હોવાથી આ દિનનું મહત્વ અનેક રીતે વધી ગયું .આ વસંત પંચમીના દિન નિમિત્તે માં શારદાની પૂજા કરીને પુસ્તક અને પેનની પૂજા કરવામાં આવી.
આમ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉત્સાહી સાથે ઉજવાયો. અંતમાં ધોરણ 6-A ગુજરાતી માધ્યમ ની વિદ્યાર્થીની કુ. નિધિ રાણાએ આભાર વિધિ વ્યક્ત કરી. તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી પ્રભાબેન પેશરાણા, શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ચૌહાણ અને શાળા નો વિદ્યાર્થી સમર્થ શાહે કર્યું.