અપહરણના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં. એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૫૩૨૦૦૯૨૯/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ , પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૨ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ કાલ તા .૨૪ / ૦૧ / ૨૦૧૩ નાં રોજ સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામેથી મજકુર લીસ્ટેડ આરોપીને પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ

 વિક્રમ વાલજીભાઇ સાથળા , ઉ.વ .૨૮ , રહે.ખડકાળા , તા.સાવરકુંડલા , જિ.અમરેલી હાલ રહે.આસોદર , તા.લાઠી , જિ.અમરેલી .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીજ્ઞેશભાઇ અમરેલીયા , યુવરાજસિંહ રાઠોડ , ઘનશ્યામભાઇ મકવાણા , તથા પો.કોન્સ . તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ