સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ અને મીની અયોધ્યા તરીકે પ્રખ્યાત કટાવ ધામના મહંત કરશન દાસ બાપુનું 91 વર્ષની જૈફ વયે ટૂંકી માંદગી બાદ રામ શરણ થતાં તેમના અનુયાયીઓ અને ભક્તોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી,મંગળવારે સાંજે બ્રહ્મલીન સંતે પ્રાણ છોડતાં બુધવારે બપોર સુધી તેમના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો,બાદ સંતો,મહંતો,સેવક ગણ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં તેમની પાલખી યાત્રા બાદ મંદિર પાછળ તેમની અંતિમ ક્રિયા અગ્નિ સંસ્કાર કરાયા હતા, કટાવ ધામ ખાતે તેમનો બહુમૂલ્ય ફાળો રહ્યો હતો,
કટાવ ધામના 91 વર્ષીય મહંતનો ટૂંકી માંદગી બાદ દેહવિલય,પાલખી યાત્રા સાથે તેમની અંતિમવિધિ કરાઈ,પાર્થિવ દેહ પંચ મહાભૂત માં વિલીન
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/01/nerity_66c1f0e1fd655acfa52c414dd9c653bd.jpg)