થરાદ પ્રાંત અધિકારીશ્રી કે. એસ. ડાભીને શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકેનો એવોર્ડ એનાયત

ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રી સંજય પ્રસાદના હસ્તે એવોર્ડ એનાયત થયો

           ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન રાજ્યભરમાંથી ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી શ્રેષ્ઠ રીતે કરનાર અધિકારીઓને ૧૩ મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ પ્રાંત અધિકારીશ્રી કે. એસ. ડાભીને રાજ્યના શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકેનો એવોર્ડ મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રી સંજય પ્રસાદના હસ્તે અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી પી. ભારતીની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો હતો. 

           અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન થરાદ મત વિસ્તારમાં સૌથી વધુ મતદાન થયું હતું. એજ રીતે થરાદ મતદાર વિભાગમાં નવા યુવા મતદારોની નોંધણી માટે થયેલ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાંત અધિકારીશ્રી કે. એસ. ડાભીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી કે. એસ. ડાભીએ મળેલ એવોર્ડ બદલ બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન અને સમગ્ર ટીમના પ્રયાસોને જવાબદાર ગણાવ્યા હતા.