ઉત્તર ભારતના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા ઉત્તર ભારતના અનેક શહેરોમાં આજે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણાના અનેક શહેરોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. મહત્વનું છે કે તેનું કેન્દ્ર નેપાળમાં જાણવા મળ્યું હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી. લગભગ 30 સેકન્ડ સુધી તીવ્ર ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા બપોરે 2.28 કલાકે અનુભવાયા
ભૂકંપના ઝટકા યથાવત, ઉત્તર ભારતમાં બપોરે દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, હરિયાણામાં આવ્યા 5.4ના ભૂકંપના ઝટકા
