બે કિલો મીટરના માર્ગ પર મસમોટા ખાડા પડ્યા. ઠાસરાના બહુચરાજી મંદિરથી ઔરંગપુરાનો રસ્તો બિસ્માર.

ખેડા જિલ્લાના ઠાસરાના બહુચરાજી માતાના મંદિરથી ઔરંગપુરા ગામ તરફ જતો એકથી બે ક્લિોમીટરનો આરસીસી કરેલો જાહેર રસ્તો ૧૫ વર્ષ પહેલા ઠાસરા નગરપાલિકાએ જાહેર જનતાની માગણીથી બનાવ્યો હતો પરંતુ, આ રસ્તો ઠાસરા એસટી ડેપોથી બહુચરાજી માતાના મંદિર થઈ જીવનદીપ સોસાયટી થઈ ઔરંગપુરા ગામથી રસુલપુર, એકલવેલું, વિસનગર, ચંદાસર તરફ જવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો ઠાસરા તાલુકાની જાહેર જનતા માટે છે. તેમાં ઠાસરાથી અને હાલમાં આવી હોયઅને સુધીના ગાળામાતાનાં મંદિર કપડવંજ મોડાસા, હિંમતનગર,લાડવેલ ચોકડી તરફ જવા આવવાનો ડાઈવરજનનો રસ્તો આપેલો છે. ઠાસરા તાલુકાનાં ઉપરોક્ત ગામોની જાહેર જનતાને દવાખાના, રેલ્વે, વિદ્યાર્થીઓને શાળામાં આવવા જવાતાલુકાની સરકારી કચેરીઓના સરકારી કામો માટેનો મુખ્ય રસ્તો છે. આ રસ્તા ઉપર વહેલી તકે મોટા મોટા ખાડા પૂરી તેની જગ્યાએ નવો ડામર રોડ બનાવવા માટે રાજ્ય ધોરી માર્ગ ડાકીર વિભાગ જાહેર જનતા માટે રસ્તો બનાવવાની પહેલ કરે અને જાહેર જનતાની હાડમારીઓ સમજીને બે કિ.મી.નો અધૂરો રહેલો રસ્તો પુરો ઔરંગપુરાથી ઠાસરા ડાકોર એસટી ડેપો પાસે આવેલા ડાકોર સેવાલિયા રાજ્ય ધોરીમાર્ગને જોડી દઈને બનાવે તેવી લોક માગણી છે. રાજ્ય ધોરીમાર્ગ ડાકોર વિભાગ સત્વરે રોડ બનાવે તેવી માગ.

રીપોર્ટર. સૈયદ અનવર. ઠાસરા. ખેડા.