આજકાલ છેતરપિંડીના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગતરાત્રિએ ડીસા ભીલડી હાઇવે પર આવેલા એક પેટ્રોલ પંપ ઉપર સ્વીફ્ટ ગાડી ચાલકે પેટ્રોલ પંપના કર્મચારી પાસે રૂ. 3710 નું પેટ્રોલ ભરાવી બારોબાર ગાડી દબાવી મૂકવાની ઘટના સામે આવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા ભીલડી હાઇવે પર આવેલા બાલાજી પેટ્રોલ પંપ પર ગત રાત્રે એક સ્વીફ્ટ ગાડી પેટ્રોલ ફરવા આવી હતી. ત્યારે ચાલકે કર્મચારીને ફુલ ટોકી કરવાનું જણાવતાં પેટ્રોલ પંપના કર્મચારીએ સ્વીફ્ટ ગાડીની ફૂલ ટોકી કરતાં રૂ. 3710 નું પેટ્રોલ આવ્યું હતું અને ચાલકે કર્મચારીને કાર્ડ ઘસવાનું મશીન લાવવાનું કહેતાં કર્મચારી પેટ્રોલ પંપ પર પડેલું મશીન લેવા જતાં સ્વીફ્ટ ગાડી ચાલકે બારોબાર દબાવી મૂકી હતી કર્મચારી પાછળ દોડ્યો પરંતુ સ્વીફ્ટ ગાડી હાથમા આવી ન હતી.

ત્યારે પેટ્રોલ પંપ પર લગાવેલા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ જોયા પરંતુ તેમાં સ્વીફ્ટ ગાડીનો નંબર ન આવતાં પેટ્રોલ પંપ માલિક અને કર્મચારીઓ છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થયો હતો. જોકે, અંગે મોડા સુધી કોઇ ફરિયાદ થયાનું જાણવા મળેલ નથી. ત્યારે જીલ્લામાં આવા તત્વોથી પેટ્રોલ પંપના કર્મચારીઓને પણ સાવચેત રહેવાની જરૂર છે.