આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ સમારોહમાં દેશ વિરોધી તત્વોના નાપાક મનસૂબા નાકામયાબ કરી શકાય તે માટે દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની રખવાળી કરતા BSF દ્વારા હાઇએલર્ટ અપાયું છે,જે માટે ગુજરાતના BSFના જન સંપર્ક અધિકારી ફ્રન્ટીયર દ્વારા એક અખબારી યાદી જાહેર કરાઈ છે,જેમાં જણાવાયું છે કે ગુજરાતની ભારત પાક આંતરરાષ્ટ્રીય સરહદ સર ક્રિક થી કચ્છનું રણ અને રાજસ્થાનના બાડમેર સુધી આગામી પ્રજાસત્તાક પર્વને લઈ 21 થી 28 જાન્યુઆરી સુધી સાત દિવસ માટે ઓપ્સ એલર્ટ અભ્યાસ કાર્યક્રમ નું આયોજન કરાયું છે,જેમાં ક્રિક, હરામી નાલા માં વિશેષ અભિયાન ચલાવવામાં આવશે,તદુપરાંત વિવિધ ઓપરેશનલ કાર્યપધ્ધતિની ચોક્કસતા અને અટકાવની તપાસ સાથે ઉપરોક્ત સમયગાળા દરમ્યાન સરહદી વિસ્તારના લોકો સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.