અભલોડ પાંડુરંગ શાળા ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું ડીડીઓ નેહા કુમારી તેમજ ગરબાડાના ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469) ગરબાડા તાલુકાના અભલોડ ખાતે તારીખ 21 ના સાંસદ ખેલ સ્પર્ધાનું શુભારંભ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી તેમજ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું આ સાંસદ ખેલ સ્પર્ધામાં કુલ બાર રમતો નું આયોજન કરાયું હતું જેમાં એથ્લેટિક કબડ્ડી હોકી આર્ચરી રસાખેંચ વોલીબોલ કરાટે ક્રિકેટ કુસ્તી જુડો સહિત ની રમતો રમાશે વિજેતા ખેલાડીઓને મેડલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે આ સાંસદ ખેલ સ્પર્ધામાં જીતરાભાઈ ડામોર ગામના સરપંચ વરસીંગભાઇ ભાગોર સુધીરભાઈ લાલપુરવાળા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા તાલુકા સભ્ય મયુર ભાભોર સંદીપભાઈ તેમજ રમતગમત સંયોજકો અને ખેલાડીઓ તેમજ આજુબાજુ વિસ્તારના સરપંચો અને જિલ્લા સભ્યો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા