ખંભાતમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત છે.ખંભાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઉત્તરાયણ પછીના રવિવારે દરિયાઈ ઉત્તરાયણની ઉજવણી કરાય છે.આજ રોજ પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દરિયાઈ ઉત્તરાયણ ઉજવવામાં આવશે.જેમાં દરિયાના મૂળથી પથરાયેલ ૧૯૦ એકર અખાતીય તટ પર દરિયાઈ ઉત્તરાયણની મજા માણવા રાજ્યભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં રસિયાઓ ભાગ લેશે.

પતંગના ઉત્તમ કારીગરો દ્વારા તૈયાર કરેલ પોતાની પતંગો નીલ ગગનમાં ઉડાડશે.જે ઉત્તરાયણમાં દૂર શહેરો તેમજ રાજયોમાંથી સહેલાણીઓનું આગમન થશે.વહેલી સવારથી ખંભાતના દરિયા કિનારે ભોજન સામગ્રી સાથે દરિયાઈ ઉત્તરાયણની મજા માણે છે.જો કે દરિયાઈ ઉત્તરાયણના પગલે ડી.વાય.એસ.પી, પી.આઈ, પી.એસ.આઈ, હથિયારી પોલીસ, હોમગાર્ડ દ્વારા કડક બંદોબસ્ત રહેશે.ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રખાશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ હિલચાલ પર ધ્યાન રખાશે.

(સલમાન પઠાણ-ખંભાત)

(Mo : 9558553368