ડીસામાં છેલ્લા ત્રણ વર્ષમાં અલગ અલગ પ્રોહીબિશનના 95 જેટલા ગુનાઓમાં પકડાયેલ 95.84 લાખ રૂપિયાના દારૂના મુદ્દામાલનો નાશ કર્યો હતો. નાયબ કલેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતમાં 46996 જેટલી બોટલો પર બુલડોઝર ફેરવાયું હતું.

બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાથી દારૂની મોટાપાયે હેરાફેરી આ જિલ્લામાં થાય છે. ત્યારે પોલીસ પણ દારૂની હેરાફેરીની અટકાવવા માટે દિન રાત પ્રયાસો કરે છે. જે અંતર્ગત ડીસા તાલુકા પોલીસની હદ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર 95 જેટલા ગુનાઓમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. આ ઝડપાયેલા દારૂનો નાશ કરવા માટેની પરવાનગી મળતા નાયબ કલેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરાયો હતો. જેમાં ત્રણ વર્ષની અંદર અલગ-અલગ 95 જેટલા પ્રોહીબીશનના ગુનાઓમાં પકડાયેલા 95.84 લાખ રૂપિયાની કિંમત ની 46,996 જેટલી દારૂની બોટલ ઉપર બુલડોજર ફેરવી નાશ કરાયો હતો. દિવસભર દારૂના મુદ્દામાલની ગણતરી કર્યા બાદ મોડી સાંજે એરપોર્ટ વિસ્તારમાં મુદ્દામાલનો નાશ કર્યો હતો.