આઈ એસ ટી ડી ચેપ્ટર- વડોદરા ગ્રુપ દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે કમ્પ્યુટર સેટ ભેટ મેળવતા શિક્ષક- રાજેશ પટેલ

    ઘોઘંબા તાલુકાના દુધાપરા પ્રાથમિક શાળાના સેવાભાવી અને હંમેશા લોકસેવા અને લોકહિતના કાર્યો કરતા શિક્ષક રાજેશભાઈ માવાભાઈ પટેલ દ્વારા આઈ.એસ.ટી.ડીના ગ્રૂપનો  સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં આઈ.એસ.ટી.ડી ગ્રુપના વડોદરના સભ્યો સતિષભાઈ સુતરીયા, દિલીપભાઈ દેસાઈ, એચ. એમ. દેસાઈ, સ્નેહલભાઈ ગોહિલ દ્વારા શિક્ષક રાજેશભાઈ પટેલની રજૂઆતને પગલે  આજ રોજ રૂપિયા 35,000/- રૂ.જેટલી કિંમતમાં કમ્પ્યુટર સેટ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે અર્પણ કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે એસ.એમ.સી ના અધ્યક્ષ શકુંતલાબેન પરમાર તથા શાળાનો સ્ટાફ અને ગામના અગ્રણી નાગરિકો હાજર રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓને શહેરી શિક્ષણની જેમ જ ગામડામાં પણ શિક્ષણ મળતું રહે અને ટેકનિકલ જમાનામાં ટેકનોલોજીનું ઉચ્ચ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળતું રહે તેવી સલાહ આપી અને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. જ્યારે શિક્ષક રાજેશભાઈ પટેલ દ્વારા સર્વેનો આભાર માની કોમ્પ્યુટરનો બાળકો માટે ઉપયોગ કરવાની ખાતરી આપી હતી.