હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલ પ્રસિદ્ધ કેબલ વાયરો બનાવતી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્રારા પોતાની કોર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત હાલોલ , ઘોઘંબા તેમજ જાંબુઘોડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં અવીરત પણે આરોગ્ય,શિક્ષણ,પર્યાવરણ,ખેતીવાડી, પાણીની જરૂરિયાત, પશુ સારવાર તેમજ સ્કીલ ડેવેલોપમેન્ટ જેવી સમાજના વિકાસને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

જે અંતર્ગત આજ રોજ હાલોલ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી ૧૬૦ અનાથ વિદ્યાર્થીનીઓને પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશીપ સ્કીમ અંતર્ગત સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું. જેનો મુખ્ય ઉદ્દેશય વિદ્યાર્થીનીઓ શાળામાં સહેલાઇથી નિયમિત જઈ શકે અને તેમનો અભ્યાસ અવિરત પણે ચાલુ રહે. 

આજના આ શુભ કાર્યક્રમનું આયોજન હાલોલ તાલુકાના નવા ઢીંકવા તેમજ મોટી ઉભરવણ ગામે આવેલ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાલોલ શિક્ષણ વિભાગમાંથી બી. આર.સી. ઝેડ.એલ.પીરઝાદા તેમજ પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશનના સી.એસ.આર.ના સિનિયર જનરલ મેનેજર નીરજ કુંદનાની અને તેમની ટીમના આશિષ વરિયા,તરુણ સોલંકી અને નિરંજન રાઠવા સહિત શાળાના સી.આર.સી.વિભાગના હસમુખભાઈ અને મનીષભાઈ, તથા શાળાના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા.