ખંભાત તાલુકાના શકરપુર ખાતે આવેલી શ્રી સ્વામીનારાયણ હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જે પ્રસંગે શકરગામના એન.આર.આઈ મહેમાન નરેશભાઈ પટેલ, રમીલાબેન પટેલ, પ્રદીપભાઈ પટેલ, પુષ્પાબેન પટેલ, શકરપુર સેવા ટ્રસ્ટના દીપકભાઈ પટેલ, સાગરભાઈ પટેલ, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન મહેમાનોના હસ્તે વર્ષ દરમિયાન સ્પર્ધાઓમાં-પ્રવૃત્તિઓમાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ ઇનામ અર્પી પ્રોત્સાહીત કર્યા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)