ડીસા તાલુકાના જુનીભીલડી ગામે અટલ ભુજલ યોજના ના રીચાર્જ બોર નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું ડીસા તાલુકાના જુની ભીલડી ગામે ભીમ તળાવમાં અટલ ભુજલ યોજના હેઠળ આધુનિક રિચાર્જ બોર દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ વરદ હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું જેમા ભીલડી મંડળના ભાજપ મહામંત્રી સુરેશ સિલ્વા તાલુકા સદસ્ય રાજુભાઇ રાજગોર જુની ભીલડી સરપંચ મનુભાઇ જોષી રમેશભાઇ ધનાસરા કાંતિભાઇ ડેપોટી સુખદેવભાઇ તેરવાડીયા તેમજ તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની અટલ ભુજલ યોજના અંતર્ગત તળાવના વધારાનું પાણી વહી ના જાય અને ભૂગર્ભ ઉંચા જળ ઉંચા હેતુથી કેન્દ્ર સરકારનો પાઇલોટ પ્રોજેક્ટ આધુનિક રિચાર્જ બોરવેલ જુની ભીલડી ભીમ તળાવ ખાતે બનવા જઈ રહ્યો છે દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ જ્યારે દિયોદર વિધાન સભામાં પાણીના તળ ઊંડા જઇ રહ્યા છે. જેમા ધારાસભ્ય દ્રારા પાણી બચાવો અને રીચાર્જ બોરો ખેત તલાવડી અને ગામડાઓમાં તળાવ કઇ રીતે ભરે જેની એક જુબેશ ચલાવી રહ્યા છે. અને આવનારા સમયમાં ચિંતા કરી રહ્યા છે. ઉપસ્થિત માં આ સમારંભમાં દરેક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પર્યાવરણ પ્રેમીઓ અને ગામ્રજનો ઉપસ્થિત રહ્યા હતા.