ડીસા દક્ષિણ, પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દશ દિવસ અગાઉ ચોરી થયેલ ઇકો ગાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય.

જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના પો.ઇન્સ.શ્રી એસ.ડી.ધોબી સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.ભટ્ટ તથા પી.એલ.આહીર સાહેબ તથા એચ.કે.દરજી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી સ્ટાફના માણસો ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, " હવાઇ પિલ્લર પાસે એક ઇકો ગાડી નંબર વગરની પડેલ છે અને તેના મુખ્ય કાચ ઉપર અંગ્રેજીમાં રાજધાની એક્ષપ્રેસ લખેલ છે અને સદરે ઇકો ગાડીનો ચાલક શંકાસ્પદ હીલચાલ કરે છે." જે બાતમી આધારે સદર જગ્યાએ જતા ઇકો ગાડીનો ચાલક ફટાફટ પોતાની ગાડી ચાલુ કરી ત્યાંથી રવાના થતા તેનો પીછો કરી ચાલકને પકડી પાડી પંચો રૂબરૂ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ વિકેશકુમાર સવજીરામ પારગી ઉ.વ.૨૫ રહે.લુંક તા.કોટડા જિ.ઉદેપુર (રાજ.)વાળો હોવાનુ જણાવતો હોય તેની પાસે આ નંબર વગરની ઇકો ગાડી કયાંથી લાવેલ તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછતા સદરે ઇકો ગાડી તેને આશરે દસેક દિવસ અગાઉ ડીસા એસ.સી. ડબલ્યુ હાઇસ્કુલ પાસેથી ચોરી કરેલ હોવાનુ જણાવતો હોઇ જે બાબતે ડીસા દક્ષિણ પો.સ્ટે. ખાત્રી તપાસ કરતા ગુનો રજી.થયેલ હોઇ આ સીવાય એક માસ અગાઉ પાલનપુર-અંબાજી રોડ નજીક આવેલ સોસાયટીમાથી રાત્રીના સમયે ઇકો ગાડી ચોરેલ હોવાનુ હકિકત જણાવે છે. સદરે કબજે કરેલ ઇકો ગાડી રજી. નંબર GJ-08-BN-3081 નો હોય જે ગાડીની કિ.રૂ. ૪,૫૦,૦૦૦/- ની ગણી CRPC કલમ.૧૦૨ મુજબ કબ્જે કરી ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશને CRPC કલમ.૪૧(૧)ડી,૧૦૨ મુજબ સ્ટેશન ડાયરી એ નોધ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ સોપેલ છે.