હિંમતનગર નગરપાલિકા વિસ્તારના ફાટક નં.એલસી(૮૨) રસ્તાની જગ્યાએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો
હિંમતનગર નગરપાલિકા વિસ્તાર ખાતે આવેલ ફાટક નંબર.(૮૨) રેલવે ઓવરબ્રિજ મંજુર થયેલ હોય રેલ્વે ઓવર બ્રિજની કામગીરી શરૂ થયેથી સ્થાનિક, રાહદારીઓ તેમજ વાહનોએ વૈલક્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.જેમાં પાંચબત્તી થી ટાવર સર્કલ થઈ ઓવર બ્રિજ થી મહાવીરનગર તરફ જવાના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.પ્રતિબંધિત વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો તેમજ રાહદારીઓની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે.
આ જાહેરનામું તા.૨૦ માર્ચ ૨૦૨૩ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.