પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે જૂની અદાવત રાખી પિતરાઈ ભાઈએ કુહાડીથી કરેલો હુમલો

           પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે જૂની અદાવત રાખી કાકાના જ પુત્ર એ ગમે તેમ ગાળો બોલી કુહાડીથી હુમલો કરતા પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે. 

             પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામના રહીશ મહેશભાઇ ભીમાભાઇ રાઠવા, ૨૦ જાન્યુઆરીના સવારના નવેક વાગ્યાના સમયે ઘરેથી નીકળીને ખેતરમાં કપાસ વિણવા માટે જવા નીકળેલા તે સમયે રસ્તામાં મહેશભાઈને જોઈને તેઓના કાકાનો છોકરો નિલેશભાઈ પર્વતભાઈ રાઠવા નાઓ એકદમ દોડીને મહેશભાઇ નજીક આવેલ અને અગાઉના ઝગડાની અદાવત રાખીને ગમે તેમ ગાળો બોલવા લાગેલ, જેથી મહેશભાઈએ નિલેશભાઈને ગાળો બોલાવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ અને તેના હાથમાની કુહાડીનો એક ઘા મહેશભાઈના ડાબા હાથના કાંડા નજીક તથા બીજો ઘા જમણા પગે પીંડલીના ભાગે મારી દીધેલ અને તેના હાથમાની કુહાડીની મુંદર વડે મહેશભાઈની કુખની ડાબી બાજુના ભાગે તથા પેટની ડાબી બાજુએ માર મારેલ તે સમયે મહેશભાઈએ બુમાબુમ કરતા નજીકમાંથી લોકો દોડી આવેલા અને વધુ માર માંથી મહેશભાઈ ને બચાવવામાં આવ્યા હતા. ઘાયલ થયેલ મહેશભાઈ ને તાત્કાલિક ૧૦૮ માં પાવીજેતપુર સામયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે બોડેલી રિફર કરવામાં આવ્યા હતા. જે અંગે મહેશભાઈએ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પાવીજેતપુર પોલીસે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.