બાલાસિનોર તાલુકાના વડદલા ગામની સીમમા નેશનલ હાઇવે રોડ ઉપર ખોટા પોલીસ બની વાહન ચાલકો પાસેથી તોડબાજી કરતા ઇસમને પોલીસે ઝડપી કાર્યવાહી હાથધરી છે. પોલીસે તેની પાસેથી રૂ. 3.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ વ્યકિત છેતરપીંડી કરવનાના ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બાલાસિનોર પોલીસ સ્ટેશન વિસ્તારના વડદલા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ- ઇન્દોર નેશનલ હાઇવે રોડ ઉપર આ કામે આઇ ટવેન્ટી કારના આરોપી ચાલકે પોતે ખોટા પોલીસ અધિકારી બની બાઈકચાલક તથા તેની સાથેના તેના બનેવીને વાહન ચેકીંગ રહી હતી.બાલાસિનોર પોલીસ ની ઓળખાણ આપી ને તેઓ બન્ને પાસેથી ૧૧,૦૦૦/-ના બળજબરીથી કઢાવી લીધેલાનો ગુન્હો બાલાસીનોર પોલીસ સ્ટેશને નોંધાયો હતો. જે સંદર્ભે પોલીસ તપાસમાં હતી. તેમજ પોલીસે કાર નંબર લઇ કપડવંજ થી કાપડીની વાવ બાજુના રોડે થઇ બાલાસીનોર તરફ આવતી હોવાની ચોક્કસ બાતમી મળતા નાકાબંધી કરી આ ગુન્હો કરનાર આરોપીને ઝડપી પાડી.

તારીખ તા.૨૦મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં આરોપીએ રૂ.૧૧ હજાર પડાવી લીધેલાની કબૂલાત કરી હતી. તેમજ આ કામમાં વપરાયેલી ગાડી કિમંત રૂ. ત્રણ લાખની પોલીસે રિકવર કરી હતી. આ કામનો આરોપી રૂપસિંહ ગઢવી કપડવંજ તાલુકાના ચારણિયા ગામનો છે. તેમજ હાલમાં તે કપડવંજની ઉમિયા પાર્ક સોસાયટીમાં રહે છે. હજુ વધુ ભેદ ઉકેલાય તેવી પોલીસને શક્યતા  જણાઈ રહી છે.