કલોલ નારદીપુરમાં રહેતી એક સગીરાને ખોટા આંખોથી ઇશારા કરી તેમજ ખોટા ચેનચાળા કરી તેમજ મોબાઇલમાં બીભસ્ત ફોટા બતાવી એકાંતમાં સ્કૂલે આવતા જતા હેરાન કરતો હતો. તેમજ દીકરી તેને ના પાડતા આરોપી કહેતો કે, જો તું મારી પાસે નહીં આવે તો તારા મમ્મી પપ્પાનું ચપ્પા વડે ખૂન કરી જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ પણ આપતો હતો. જે બાબતનો ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.

કલોલના નારદીપુર મુકામે સગીરાને રસ્તામાં આવતા જતા હેરાન કરતો નરાધમ ધૈર્ય ઉર્ફે છોટુ જીતેન્દ્ર શ્રીમાળી દીકરીને સ્કૂલે જતા રસ્તામાં રોકી બીભસ્થ ચેનચાળા કરી છોકરીને હેરાન કરતો હતો. વિગતોમાં કલોલ નારદીપુર મુકામે રહેતી સગીરાને નરાધમ સ્કૂલે જતા હેરાન પરેશાન કરતો હતો. સગીરા સવારના 10:00 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાની સ્કૂલનો અભ્યાસ હોવા છતાં પણ સગીરા એક કલાક વહેલી ઘરે આવી જતાં પરિવારે પૂછતાછ શરૂ કરી.

ફરીવાર જ્યારે પૂછ્યું કે, તું એક કલાક વહેલી કેમ આવી ગઈ. તો પરિવારના પૂછવાથી સગીરાએ રડતા રડતા જણાવ્યું કે, આપણા મહોલ્લામાં રહેતો ધૈર્ય ઉર્ફે છોટુ જીતેન્દ્ર શ્રીમાળી મને સ્કૂલે આવતા જતા રસ્તામાં રોકે છે અને આ તે છેલ્લા એક અઠવાડિયાથી કરે છે. નરાધમ સગીરાને ખરાબ નજર કરી ખોટા ઈશારા કરતો તેમજ સગીરા તેને બોલાવતી ન હતી. તેમ છતાં તે સગીરા જોડે જબરજસ્તી કરવા માગતો હતો. જ્યારે સગીરા આજ સવારે 10:30 વાગ્યે સ્કૂલે જતી હતી. તે સમયે સગીરાના આગળ આવી રસ્તામાં આંખોથી ખરાબ ઇશારા કરી નરાધમે કહ્યું કે, 'તું મારી સાથે ચાલ' તેમ કહીને નરાધમે સગીરાને બીભસ્ત ફોટા પણ બતાવ્યા હતા અને નરાધમ સગીરાને એવી ધમકી પણ આપતો હતો કે જો તું મારી પાસે નહીં આવે તો તારા મમ્મી પપ્પાનું ચપ્પા વડે ખૂન કરી જાનથી મારી નાખીશ. જે વાતથી સગીરા ડરી જતા તે સ્કૂલેથી એક કલાક પહેલાં ઘરે આવી ગઈ હતી. આ તમામ હકીકત સગીરાએ ઘરે તેના માતા પિતાને જણાવ્યા બાદ સગીરાના પિતાએ વકીલની સલાહ લીધી.

વકીલની સલાહ બાદ વકીલ મારફતે જ સગીરાની માતાએ ધૈર્ય ઉર્ફેટ છોટુ જીતેન્દ્ર શ્રિમાળી વિરૂદ્ધ સગીરાને ખોટા ઈરાદાથી જોઈ ખોટા ચેનચાળા કરી મોબાઈલમાં બીભસ્ત ફોટો બતાવી સગીરાને હેરાન કરતો હોવાની કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.