ડીસા (મેરૂજી પ્રજાપતિ)

ધી ડીસા તા.ખ.વે.સંઘ અને મેનેજર ઈશ્વર દેસાઈ ની કાર્યપદ્ધતિ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના એરણે ચડેલ છે. લાખણી ખાતે આવેલ તાલુકા સંઘની કરોડોની ગોડાઉન કોડીના ભાવે વેચાયાની રાવ ઉઠવા પામેલ છે ત્યારે ડીસા તાલુકા સંઘના નામે મેનેજર ઈશ્વર દેસાઈએ મગફળી ખરીદી રૂપિયા ન ભરતા અમદાવાદમાં પણ ફરિયાદ થયેલ હોવાનુ ચર્ચાસ્પદ બનેલ છે. 

આજથી પાંચેક વર્ષ અગાઉ અમદાવાદના એક બિયારણ વેચાણકર્તા પાસેથી મગફળીનું બિયારણ ખરીદી અનેક વખત ઉઘરાણી બાદ વેચાણ કર્તા ને રૂ.૨૧,૩૧,૨૯૮/-નો ચેક આપેલ જે ચેક રિટર્ન થતા અમદાવાદ રૂરલ મેં. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબ ની કોર્ટમાં વેચાણકર્તા ગ્રીન કોપ બાયો-સિડ્સના મેનેજિંગ ડિરેકટર સુરેશભાઈ શકરભાઈ પટેલે ફરિયાદ કરેલ છે.

આ ચર્ચાસ્પદ બનાવ અંગે જાણવા મળ્યા પ્રમાણે આરોપી ઈશ્વરભાઈ લીલાભાઈ દેસાઈ બનાસકાંઠા ડીસા માં ખરીદ વેચાણનો ધન્ધો કરે છે. આરોપીએ તા.૧૪/૫/૧૭નારોજ પોતાની પર્સનલ કેપિસિટીમાં ફરિયાદી પેઢીમાં આવી મગફળી દાણાનું બિયારણ ૧૦ હજાર કિલો પ્રતિ કિલો ના રૂ.૮૫ના ભાવે તથા ,૧૩ હજાર કિલો પ્રતિ કિલોના રૂ. ૯૬ના ભાવ થી પર્સનલ કેપિસિટીમાં ખરીદિ માલ લઈ ગયેલ.અને રૂ.૨૦ લાખ ૯૮ હજાર નું બિલ આરોપીના કહેવાથી ધી ડીસા તાલુકા ખ. વે. સંઘ ના નામે બનાવી ખાતું પડાવેલ. ત્યારબાદ તા.૨૩/૬/૧૭ના રોજ પ્રતિ કિલો રૂ.૯૦ના ભાવે૧૦ હજાર કિલોગ્રામ મગફળીના દાણા નું બિયારણ લઈ ગયેલ અને આરોપીના કહેવા મુજબ રૂ ૯ લાખનું બિલ તાલુકાસંઘના નામે બનાવેલ.

આમ આરોપી પાસેથી અમારે તા.૧/૪/૧૮ના રોજ રૂ.૩૧,૧૦,૮૨૦/- લેવાના નીકળતા હતા, આરોપીએ રૂ.૪લાખ૫૦હજાર જમા કરાવતા કુલ રૂ.૨૫લાખ ૩૧ હજાર લેવાના નીકળતા હતા જે પેટે આરોપીએ ચેકનં.૦૦૦૦૩૨ નો ચેક આપેલ ઉપરોક્ત ચેક રિટર્ન થયાની જાણ આરોપી ને થતા ચેક પરત લઈ જઈ અમને તા.૫/૯/૧૯ ના રોજ ની સહી વાળો અમારી પેઢીના નામજોગ ધી.બનાસકાંઠા ડિસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેન્ક લી. નો રૂ.૨૧,૩૧,૨૯૮/-નો ચેક આપેલ. અમને પાકો ભરોસો વિશ્વાસ આપી ચેક બેન્ક માં ભરી આરોપી પાસેથી કાયદેસર લેણી રકમ વસુલ કરી લેવા જણાવેલ. તા.૫/૯/૧૯ ના ચેક નં.૦૦૦૦૬૫ જમા કરાવતા ચેક રિટર્ન થતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવેલ હોવાનું જાણવા મળેલ છે.