ગુજરાતમાં ચર્ચાસ્પદ ડીંગુચા પ્રકરણમાં સંડોવાયેલા દહિયાને આજે સસ્પેન્ડ કરી દેવાયા છે.હર્ષ સંઘવીએ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ગૃહમંત્રીએ પોલીસ બેડામાં જ સફાઇ શરૂ કરી દીધી છે.156 સીટોની ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર હજુ માંડ સેટ થઈ રહી છે ત્યાં ગૃહમંત્રીના તાબા હેઠળના ગૃહમંત્રાલયમાં 30 કરોડની મલાઈનો કિસ્સો આજે ચર્ચાસ્પદ બન્યો છે.જે સામે હર્ષ સંઘવી પણ ધૂઆપૂઆં છે.આજે ડીજીપીના એક સમયના ખાસ પીઆઈ સહિત 3 અધિકારીઓેને સ્પેન્ડ કરી દેવાયા છે. સૌથી મોટો સવાલ છે.ભાજપ સરકાર સામે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે પણ રાજ્યમાં ગૃહમંત્રાલય અને મહેસૂલ એ સૌથી વધારે ભ્રષ્ટ ખાતા ગણાય છે. એવી ચર્ચા છે કે આઈપીએસથી લઈને કોન્સ્ટેબલ સુધી આગામી દિવસોમાં કાર્યવાહી થઈ શકે છે.