ખોટા નામે લગ્ન કરી સાવર કુંડલાના યુવાન સાથે ફુલહાર કરી રૂપિયા ૧૯૦૦૦૦/- પડાવી લેતી સેજલ ઉર્ફે મુસ્કાન
ગુન્હાની ટૂંક હકીકત
નિકુંજભાઈ અશોકભાઈ માંગાણી ઉ. વ.૩૫, ધન્ધો. હીરાઘસું,રે. સાવર કુંડલા, માધવાણીની વાડી પાસે, જી. અમરેલી,
વાળા એ ફરિયાદ માં જણાવ્યા મુજબ પોતાના લગ્ન કરવાના બાકી હોય, અને પોતાના સમાજમાં દીકરીઓ તરફથી સુરત જેવા શહેર વિસ્તારમાં પ્રોપર્ટી ધરાવતા હોય અને પોતે કેપેબલ હોય, તો સગાઈ થઇ શકે તેમ હોય, ફરીશ્રી. પોતે સામાન્ય સ્થિતિના વ્યક્તિ હોય,એટલી બધી સદ્ધર પરિસ્થિતિ ના હોય,જેથી પોતાની જ્ઞાતિમા સગાઈ થઇ શકે તેમ નહોય,
જેથી સાવર કુંડલા મુકામે શિવાજી નગરમાં રહેતા.
ફરીશ્રી.ના મિત્ર જીજ્ઞેશના પિતા પ્રવીણભાઈ કાનજીભાઈ ગેડીયાએ તેઓને જણાવેલ કે!
થોરડી ગામે રહેતા કિશોરભાઈ મગનભાઈ મકવાણા (લુહાર) સુરત બાજુથી ગરીબ ઘરની દીકરીઓ લાવી દલાલીના પૈસા લઇને અમુક રકમમાં લગ્ન કરાવી આપે છે.
જેથી કિશોરભાઈનો ફોનથી સંપર્ક કરતા તેઓ એ ફરિશ્રી. ના ફોટો મઁગાવેલ ફોટો મોકલતા તેઓએ સામે છોકરીઓના બે ફોટા તેઓના મોબાઈલમાં મોકલેલા જેમાંથી એક છોકરી ફરિશ્રી. એ પસન્દ કરેલ,
જેથી કિશોરભાઈએ તેઓને થોરડી ગામે તેઓના ઘરે બોલાવેલ જેથી તેઓ, તેના માતા-પિતા,બહેન, મિત્ર પ્રવીણ,તેઓના શેઠનો દીકરો એ રીતના થોરડી કિશોરભાઈના ઘરે પહોંચેલા,
થોરડી મુકામેતેઓના ઘરે કિશોરભાઈ તેમજ પસંદ કરેલ છોકરી સેજલ તેનીમાં ગીતાબેન,હાજર હતા અને તેઓ સાથે થયેલ વાતચીત મુજબ દલાલી સહિત ૧.૯૦,૦૦૦/-રૂપિયા આપવાની વાત મુજબ ૧.૪૦.૦૦૦/-રોકડા કિશોરભાઈને આપેલા. બાકીના ૫૦૦૦૦/-તેઓ બપોર પછી સાવરકુંડલા તેઓના ઘરે ગયેલ અને અને તેઓશ્રી અને સેજલે ફુલહાર કર્યાબાદ લગ્ન કર્યા બાદ ૫૦,૦૦૦/-રોકડા કિશોરભાઈના હાથમા આપેલા.
તે દિવસ સેજલ પત્ની તરીકે પોતાના ઘરે રોકાયેલી ૮ દિવસ બાદ સેજલ પોતાના પિયરમાં આંટો મારવા જવાનું કહી ઘરેથી નીકળી ગયેલ અને પોતાનો ફોન ચારેક દિવસ ચાલુ રાખેલો તે દરમ્યાન તેઓએ જણાવેલ કે તે ખરેખર પરિણીત છે.તેઓનું નામ મુશ્કાન શેખ છે,તેઓને સંતાન માં એક દિકરી છે, તે મુસ્લિમ સમાજના છે. તેઓ ખરેખરતમારી સાથે લગ્નજીવન વિતાવી શકું તેમ ન હોય,તેવી વાત કરી તેઓએ પોતાનો ફોન બંધ કરી દીધેલ હોય,
જેથી છેતરપિંડી કર્યાની ફરિશ્રીની ગંધ આવતા કિશોરભાઈ દલાલને જણાવતા અને પૈસા પાસા આપવાની વાત કરતા કિશોરભાઈ સુરત ગયેલ ત્યાંથી મુસ્કાન અને દલાલ કાજલ સાથે વાત કરાવી પૈસા પાછા આપી દેછે. તેઓ વિશ્વાસ અપાવેલ,
ત્યારબાદ સેજલે ફરિશ્રીના મોબાઈલમાં એક વિડિઓ મોકલેલ અને જણાવેલકે મારાંભાગે આવેલ રૂપિયા મારી દલાલ કાજલને ૧૫૦૦૦/-ટ્રાન્સફર કર્યાનો સ્ક્રીનશોટ તથા વિડિઓ વોટ્સપ થી મોક્લાવેલ જે વિડિઓમાં દલાલ કાજલ કિશોરભાઈના બહેનને પૈસા આપેછે તેવો વિડિઓ મોક્લાવેલ આમ ફરિશ્રી પાસેથી લીધેલા પૈસા કિશોરભાઈના બહેન શોભનાબેન જે સુરત ખાતે શગુન રેસીડેન્સીમાં દાદાભગવાનના મંદિર પાસે રહેતા હોય તેઓને આપેલા છે
મુસ્કાનને આ પૈસા મળેલાન હોય તેવું વિડિઓના માધ્યમથી જણાવેલ જેથી કિશોરભાઈનો સંપર્ક કરી પૈસા પરત આપવા કહેતા અવાર નવાર વાયદા આપતો હોય,અને પૈસા પરત આપતો ન હોય, વિશ્વાસઘાત કરેલ અને
ફરિશ્રી, એ સમજૂતી કરાર નો કાગળ સાવર કુંડલા પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ
આમ કિશોરભાઈ મગનભાઈ મકવાણા,(લુહાર) રે. થોરડી, તા. સાવરકુંડલા, જી. અમરેલી. વાળો
તેમજ સેજલ ઉર્ફે મુસ્કાન તથા તેની માતા ગીતાબેન તેમજ દલાલ કાજલ તેમજ કિશોરભાઈ ની બહેન શોભનાબેન એ રિતેનાઓએ પોતાનો આર્થિક ફાયદો મેળવવા માટે કાવતરૂ રચી લગ્નની લાલચ આપી રૂપિયા ૧૯૦૦૦૦/-બદ દાનતથી મેળવી લીધાની સાવર કુંડલા પોલીસમાં ફરિયાદ થવા પામેલ છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.