દિયોદર ના વખા જી.વી.વાઘેલા કોલેજ ખાતે H.I.V. જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો..?

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના વખા જી. વી. વાઘેલા કોલેજ ખાતે H.I.V. જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વાત કરવામા આવે તો વિશ્વ માં ૩.૭ કરોડ લોકો એચ.આઈ.વી. સાથે જીવી રહયા છે. ભારતમાં આજે ૨૧ લાખ જેટલા એચ.આઇ.વી./એઇડ્સ સાથે જીવતા લોકોનો અંદાજ છે. જેઓ દુનિયામાં સાઉથ આફ્રિકા અને નાઇજીરિયા બાદ સંખ્યાની દ્રષ્ટિથી ત્રીજા નંબરે આવે છે અને એટલે ભારત માં એચઆઇવીના બદલાતા ચિત્ર વચ્ચે તેની સાચી અને સંપૂર્ણ સમજ હોવી જોઈએ એટલી જરૂરી છે. જેમ-જેમ ચેપ પ્રસરાતો જાય તેમ-તેમ અન્ય લક્ષણો સામે આવવા લાગે છે. જેવા કે વજનમાં ઘટાડો થવો, તાવ, ઝાડા-ઊલટી, કફ વગેરની સમસ્યા શરૂ થાય છે.તેમ ગુજરાતીના અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ મહેમાનોનો શાબ્દિક પરિચય અને H.I.V.વાઇરસની અને સલામતીની વાત રજુ કરી હતી.મહેમાનોમાં દિયોદર રેફરલ હોસ્પિટલના ictc ઝોલીબેન જોષી અને લિંક વર્કર વિક્રમભાઈ બુકોલીયા હાજર રહ્યા હતા.વિક્રમભાઈ hiv વાઇરસની અસર અને બચવાના ઉપાયોના માહિતી ગાર કર્યા હતા .ત્યારબાદ hiv જનજાગૃતિ માટે વકૃત્વ સ્પર્ધામાં રાધિકા, સંયમી, પ્રવીણ, સલમાન, જાનવી વગેરે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જનજાગૃતિ ઉદેશ લક્ષી કોલેના વિદ્યાર્થી સેજલ પંડ્યા અને જગદીશ બારોટે પોતાની ચિત્રકલા રજુ કરી હતી.જેમાં પેલો બીજો ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.આ કાર્યક્રમમાં n.s.s. ના વિદ્યાર્થીઓ બ્લેક એન્ડ વાઈટ યુનિફોર્મમાં હાજર રહ્યા હતા.કાર્યક્રમની આભારવિધી સેજલબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.