ડીસા પાસે આવેલ ધર્મનગરી જુના ડીસાથી જીરાવલા છ'રીપાલક સંઘનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે . જે નિમિત્તે ગામના પનોતા પુત્ર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગામમાં પધાર્યા હતા અને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી સંઘના તમામ કામમાં ખડેપગે રહેવાની ખાતરી આપી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો .બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા નજીકના જુના ડીસા ગામના જૈન શ્રેષ્ઠીઓ વ્યવસાય અર્થે દેશ વિદેશમાં સ્થાઈ થયા છે , પરંતુ તેઓ માદરે વતનનું ઋણ ચૂકવવા સદાય અગ્રેસર રહે છે . હાલમાં ગામના તારાબેન રસિકલાલ શેઠ પરિવાર તરફથી જુના ડીસાથી જીરાવલા તીર્થ ધામના છ'રીપાલક સંઘનું આયોજન કરવામાં આવ્યું છે . જે નિમિત્તે ગઈકાલે ગામના તમામ સમાજના ભાઈ બહેનોને ભોજન પીરસવામાં આવ્યું હતું . ત્યારબાદ આજે છ'રીપાલક સંઘનું પ્રસ્થાન કરાયું છે . જેમાં હાજરી આપવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ માદરે વતન આવી પહોંચતા તેમનુ ભવ્ય સ્વાગત કર્યું હતું . તેમણે સંઘના આયોજન બદલ આયોજક પરિવારને બિરદાવી માદરે વતનમાં આવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી . આયોજક પરિવારે પણ તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો . તેમજ ગૃહમંત્રીએ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી સંઘના તમામ કામમાં ખડેપગે રહેવાની ખાતરી આપી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો