ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક સપ્તાહ 2023 ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે કોડીનાર પોલીસે પણ ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. ભાવનગર વેરાવળ નેશનલ હાઇવે પર સલામતી અને ટ્રાફિક સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વાહનચાલકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે હોર્ડિંગ્સ અને બેનરો મારીયા હતા. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ કરવાને ગુલાબનું ફૂલ અને પત્રિકા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોડીનાર ના પી આઈ મકવાણા સાહેબ અન્ય સ્ટાફ દ્વારા પાણી દરવાજા ખાતે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ગુલાબ તથા પત્રિકાનું વિતરણ કરાયું હતું.પોલીસનું આ રૂપ જોઈને વાહન ચાલકોને સુખદ અનુભવ થયો હતો. પોલીસના અભિયાનને લોકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. અનેક વાહન ચાલકોએ ટ્રાફિક ના નિયમ પાળવાનો સંકલ્પ લીધો હતો. અભિયાનને કારણે વાહનચાલકોમાં પોલીસની છબી સકારાત્મક બની હતી. પોલીસે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમનો પાલન કરવા અને અકસ્માતથી બચવા અનુરોધ કર્યો હતો.  રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના