કડી તાલુકાના નંદાસણ નજીક આવેલ લક્ષ્મીપુરા ગામેથી દૂધ લઇ ગાડીમાં કડી જતી વખતે ચાર અજાણ્યા શખ્સોએ ગાડી ઉભી રાખી કડી સરસવ ખેરપુર વચ્ચે લક્ષ્મીપુરા ગામના સહકારી અગ્રણી અને કડી એપીએમસીના પૂર્વ ડિરેક્ટર જયંતીભાઈ પટેલના પુત્ર મૌલિક ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરાતા ઇસમને ગંભીર હાલતમાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. માથાના ભાગે 18 ટાંકા આવ્યા હતા. જ્યાં યુવકના પિતાએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં અજાણા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંઘી હતી.
કડી તાલુકાના નંદાસણ પાસે આવેલ લક્ષ્મીપુરા ગામે રહેતા મૌલિક જયંતીભાઈ પટેલ કે, જેઓ કડી ખાતે રહે છે. પરિવાર સાથે અને તેમના પિતા અને તેઓ લક્ષ્મીપુરા ગામ ખાતે ખેતીવાડી તેમજ પશુપાલક વ્યવસાય કરી રહ્યા છે. મૌલિક પટેલ કે પોતાના ઘરેથી દૂધ લઈને પોતાની સ્વીફ્ટ ગાડીમાં કડી ખાતે આવવા માટે ઘરેથી નીકળ્યા હતા. જે દરમિયાન નંદાસણથી ખેરપુર ઠાળમાં અજાણ્યા ઈસમોએ તેની ગાડી રોકીને હુમલો કર્યો હતો.
કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામેથી દૂધ લઈને નીકળેલા મૌલિક પટેલ ખેરપુર પાસે આવેલા રોડ ઉપર ઢાળ ઉતરતા અજાણ્યા ઇસમો દ્વારા તેને રોકી અને હથિયારો વડે હુમલો કરાતા તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જ્યાં તેમના કૌટુંબિક ભાઈ દીપકભાઈ પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને મૌલિકના પિતાને જાણ કરી હતી. કડીના ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને માથાના ભાગે 18 ટાંકા આવ્યા હતા અને બેભાન અવસ્થામાં હોય તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ હેમરેજ થયું હોવાનું જણાવ્યું હતુ. જ્યાં મૌલિકના પિતાએ અજાણા ઈસમો વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંઘી કાર્યવાહી કરી હતી.