જેસલપોર ગામે ઘરની દીવાલ તોડવા બાબતે ઝગડો કરી ઇટ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મળતી માહિતી અનુસાર નાદોદ તાલુકાના જેસલપોર ગામે આ કામના ફરિયાદી મહેન્દ્રભાઈ ભુદરભાઈ વસાવા તથા ભુદરભાઈ છેલાભાઈ વસાવા પોતાના ઘરના આંગણામાં તાપણું કરતા હતા જે દરમિયાન આ કામના આરોપીઓ ફરિયાદી પાસે આવીને જણાવેલ કે તમે અમારા ઘરની દીવાલ કેમ તોડી નાખી હવે અમારે રહેવા ક્યાં જવાનું તેમ કહેતા આ કામના ફરિયાદીએ આરોપીઓને જણાવેલ કે આ તો અમારા પિતાજી ના નામે આવેલા આવાસ વાળા મકાનની દિવાલ હતી તેથી અમોએ તોડી છે તેમ કહેતા આ કામના આરોપી સંજયભાઈ વસાવાએ ફરિયાદીને માથાના ભાગે ઇટ મારી ઇજા પહોંચાડી હતી જે દરમિયાન આરોપી સંજયભાઈ રમણભાઈ વસાવાએ ફરિયાદીને છુંટી ઈંટ મારીને ઇજા પહોંચાડી હતી દરમિયાન આરોપી નીરૂબેન વસાવા તથા જયાબેન વસાવા એ ફરિયાદીને ગમે તેમ મા બેન સમાન ગાળો બોલી ઝપા ઝપી કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના જાહેરનામા નો ભંગ કરતા આ કામના ફરિયાદી મહેન્દ્રભાઈ વસાવા એ રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની જાણ રાજપીપલા પોલીસને થતા રાજપીપલા પોલીસે આરોપી (1) સંજયભાઈ રમણભાઈ વસાવા (2) નીરૂબેન સંજયભાઈ વસાવા બંને રહે જેસલપોર ટેકરા ફળિયુ તાલુકો નાંદોદ તથા (3) સંજયભાઈ વસાવા અને (4) જયાબેન સંજયભાઈ વસાવા બંને રહે દાજીપુરા તાલુકો તિલકવાડા નાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે