વિધાનસભા ચૂંટણી સંદર્ભે પ્રાંત કચેરી ડીસા ખાતે હેલ્પલાઈન નંબર શરૂ કરાયો..

હેલ્પલાઈન ફોન નંબર- ૦૨૭૪૪-૨૩૦૪૦૦ સંપર્ક કરી શકાશે..

બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા 

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે. ૧૩ -ડીસા વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૨૯૦ મતદાન મથકોએ ચૂંટણી યોજાનાર છે..

આ કામે ઉમેદવારો તેમજ મતદારોને જરૂરી માર્ગદર્શન સમયસર મળી રહે તે માટે ચૂંટણી અધિકારી અને પ્રાંત કચેરી, ડીસા ખાતે હેલ્પલાઈન શરૂ કરવામાં આવેલ છે. જે હેલ્પલાઈનનો ફોન નંબર- ૦૨૭૪૪-૨૩૦૪૦૦ છે. તેમ ૧૩-ડીસા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી એન.એચ.પંચાલે અખબારી યાદીમાં જણાવ્યું છે..