ફોન પે ચાલુ કરવાનું જણાવી ફરિયાદિના એકાઉન્ટ માંથી રૂપિયા 16 લાખ ઉપાડી છેતરપીંડી કરતા ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી હેતલબેન વિનોદભાઈ તડવી રહે શ્રી રામ બંગલો વડીયા તાલુકો નાદોદ નાઓ ના મોબાઈલ ફોનમાં ફોન પે બંધ થઈ ગયું હતું અને ફરિયાદીને પૈસા ટ્રાન્સફર કરવા માટે ફોન પે ની જરૂરિયાત હોય જેથી તેઓએ ફોન પે ચાલુ કરવા માટે ગૂગલ ઉપરથી ફોન પે કસ્ટમર નંબર 7908756672 નંબર મેળવી તે નંબર ઉપર ફોન પે ચાલુ કરવા માટે કમ્પ્લેન લખાવવા ફોન કરેલ જેથી સામેથી એનીડેક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને એસ.બી.આઇ એકાઉન્ટ નંબર તથા જોઈન્ટ એકાઉન્ટ નંબર ફોન પે સાથે કનેક્ટ કરવા માટે જણાવેલ ત્યાર બાદ આ કામના ફ્રોડ આરોપીએ તારીખ 11/01/2023 થી 12/01/2023 સુધીમાં ફરિયાદીના બંને બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 16 લાખ ઉપાડી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરી હોવાની ઘટના બનતા આ કામના ફરિયાદી હેતલબેન વિનોદભાઈ તડવીએ રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની રાજપીપલા પોલીસ ને થતા રાજપીપલા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે