રામજીભાઇ નાગજીભાઇ ચાવડા , ઉં.વ .૪૯ , ધંધો , ખેતી , રહે.વિજપડી , ધાર પાછળ , તા.સાવરકુંડલા , જિ.અમરેલી વાળાએ પોતાની વિજપડી ગામની સીમમાં રાજુલા રોડ ઉપર આવેલ વાડી પાસે પોતાનું બજાજ પ્લેટીના મોટર સાયકલ રજી . નં . GJ - 14 - AB - 6158 કિ.રૂ .૨૪,૦૦૦ / - નું આ વાડી પાસે રાખેલ મોટર સાયકલ ગઇ તા .૧૫ / ૦૧ / ૨૦૨૩ ના કલાક ૦૬/૧૫ વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યો ઇસમે ચોરી કરી લઇ ગયેલ . આ અંગે રામજીભાઇ નાગજીભાઇ ચાવડાએ ફરિયાદ લખાવતાં , સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૩૦૦૦૯ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ .

એલ.સી.બી.ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે વિજપડી – ઘાંડલા ગામ વચ્ચે આવેલ રેલ્વે સ્ટેશન પાસેથી ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ. સી. બી. ટીમ.

પકડાયેલ મુદામાલ

બજાજ પ્લેટીના મોટર સાઇકલ , રજી.નંબર GJ - 14 - AB - 6158 , કિં.રૂ .૨૪,૦૦૦ / - નો મુદામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા , યુવરાજસિંહ રાઠોડ , ઘનશ્યામભાઇ મકવાણા , તથા પો.કોન્સ . તુષારભાઇ પાંચાણી , સલીમભાઇ ભટ્ટી , હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.