શું તમે પણ ખોટા ખાતામાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે અથવા ખોટા મોબાઈલ નંબર પર ડિજિટલ પેમેન્ટ કર્યું છે.ઘણી વખત તમારી સાથે એવું બન્યું હશે કે ઓનલાઈન અથવા ડિજિટલ મની ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય,પછી પૈસા પાછા મેળવવું માથાનો દુખાવો બની જાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આવા વ્યવહારો અંગે લોકપાલ યોજનાઓ 2021-22 રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક વર્ષમાં ખોટી ડિજિટલ પેમેન્ટ અથવા ટ્રાન્ઝેક્શનને લઈને કેટલી ફરિયાદો થઈ છે.આવા ખોટા વ્યવહારોમાં નાણાં રિવર્સ કરવામાં નિષ્ફળતા 6.01 ટકા સિસ્ટમ સહભાગી બેંકો હતી. મોટાભાગના લોકો પૈસા ટ્રાન્સફર કરતી વખતે ઘણી સાવચેતી રાખે છે,પરંતુ ભૂલો થઈ શકે છે.ખોટા નંબરને કારણે તમારી મહેનતની કમાણી ખોટા ખાતામાં જઈ હોય કે જ્યારે તમને ખ્યાલ આવે કે તમે ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે કે તરત જ તમારી બેંકને જાણ કરો. કસ્ટમર કેરને કોલ કરો અને તેમને જે બન્યું તે બધું જણાવો.જો બેંક ઈ-મેલ દ્વારા તમામ માહિતી આપવાનું કહે તો તે પણ આપો.ટ્રાજેક્શનની તારીખ, સમય,એકાઉન્ટ નંબર વગેરે તમારી પાસે રહેલી માહિતીને પણ ક્રોસ વેરિફાઇ કરો.જો તમે જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે તેનો એકાઉન્ટ નંબર ખોટો છે અથવા IFSC કોડ ખોટો છે,તો પૈસા આપમેળે તમારા ખાતામાં જમા થઈ જશે.જો તેમ ન થાય તો બેંકની બ્રાંચમાં જઈને બ્રાન્ચ મેનેજરને મળો.તેને ખોટા ટ્રાજેક્શન વિશે જાણ કરો.પૈસા ક્યાં ગયા તે શોધવાનો પ્રયાસ કરો.જો તમે તમારી કોઈપણ બેંક શાખાના ખાતામાં ખોટો ટ્રાજેક્શન કર્યો છે, તો તેની જાણ કરો.