દાંતા તાલુકાના જસવંતપુરા (ભાણપુર )પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા ચાર વર્ષ થી ખુલ્લામાં બેસીને કરી રહ્યા છે અભ્યાસ.

    

બેટી બચાઓ બેટી પઢાઓ, સૌ ભણે સૌ આગળ વધે ,ખેલશે ગુજરાત.. જીતશે ગુજરાત,પણ..... કેવી રીતે,...?

ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને સર્વશિક્ષા અભિયાન જેવા કાર્યક્રમો કરી શિક્ષણ નું સ્તર વધારવા અને સુધારવા કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવી રહ્યા છે જયારે દાંતા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં શિક્ષણ હોય કે કોઈ અન્ય બાબત હોય ફકત અને ફકત કાગળોમાંજ કામ કાજ તમામ થતું હોય એ ચોક્કસ છે... શિક્ષણ જગતને શર્મિંદા કરતો અને નાના ભૂલકાઓ સાથે મજાક સમાન કિસ્સો...

      દાંતાના જસવંતપુરા (ભાણપુર )ગામે શાળાના ઓરડા છેલ્લા ચાર વર્ષ કરતા પણ વધુ સમયથી નથી, બાળકો ગામના મંદિર માં તેમજ બાજુના ઘરો માં બેસીને અભ્યાસ કરવા મજબુર છે. ગરીબ અને લાચાર બાળકોને આવી રીતે કેવું શિક્ષણ મળશે કે જ્યાં બેસવા માટે તો મંદિર અને આજુ બાજુના ઘરોના લોકોએ આસરો આપ્યો પણ ફકત બેસવા પૂરતું સીમિત છે...ઠંડી નો સમય હોય કે વરસાદ હોય આવી રીતે આ બાળકો ક્યાં સુધી અભ્યાસ કરશે??... શિક્ષણ વિભાગમાં આ સ્કૂલ ની કોઈને ખબર નઈ હોય કે કેમ?? કે પછી ઉચ્ચ સ્તરે રજૂઆત ના થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી નઈ થતી હોય?

જો દાંતા તાલુકાનું શિક્ષણ બાબતે આવુજ વલણ રહ્યું તો આવનાર સમયમાં પણ તાલુકાનું પછાતપણું કાયમ રહેશે એ નક્કી છે. આ બાબતે કલેક્ટર સાહેબ શ્રી, ડી ડી ઓ સાહેબ શ્રી, ડી પી ઓ સાહેબ શ્રી અને ટી પી ઓ સાહેબ શ્રી જેમ બને તેમ જલ્દી થી યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી છે.