ઠાસરા તાલુકાના આગરવા ગામના પંચાયતના કુવામાં ગઈ કાલે અજાણતા બે વાંદરાના બચ્ચા પડી ગયા હતા. તેથી ગામના જાગૃત નાગરિક અશ્વિનભાઇ પરમારે ત્યાંના ફોરેસ્ટર કમલેશભાઈને જાણ કરી હતી. તેમને સ્થાનિક NGO ફ્રેંડ્સ ઓફ એનિમલ્સના પ્રમુખ રામસિંહભાઈને જાણ કરી હતી. રામસિંહભાઈ તેમની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. જઈને જોયું તો એંશી ફુટ ઊંડા કુવામાં બે નિર્દોષ અને લાચાર વાનર બચ્ચા પડ્યા હતા. ચાર કલાકની ભારે જહેમત બાદ અને પુરી ટીમના પ્રયત્નથી સહી સલામત રીતે બન્ને બચ્ચાને કાઢી. તેની પ્રાથમિક ઉપચાર કરી ફરી તેને કુદરતના ખોળે છોડી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ( ખેડા: ઠાસરા)