બનાસકાંઠાના પાલનપુરમાં પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે ચૌધરી સમાજનો મહોત્સવ યોજાનાર છે આગામી ફેબ્રુઆરીમાં ત્રણ દિવસીય મહોત્સવને લઈને ગુજરાત રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ આ તમામ પ્રાંતોના ચૌધરી સમાજના લોકો પાલનપુર દર્શનાથે આવશે ત્યારે અર્બુદા માતાજી નાં આ યોજનારા રજત જયંતિ મહોત્સવને લઈને અત્યારથી જ તૈયારીઓ થઈ રહી છે. બનાસકાંઠા નાં ગામડામાં ઓ માં થી ચૌધરી સમાજના યુવાનો બાળકો વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં અર્બુદા માતાજી નાં સંઘ સાથે પાલનપુર અર્બુદા ધામ ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે..

ફેબ્રુઆરી માસની ત્રણ ચાર અને પાંચ તારીખે પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે અર્બુદા મહોત્સવ યોજાશે જેમાં અલગ અલગ પ્રાંતો માંથી ચૌધરી સમાજના લોકો દર્શનારથી આવશે અંદાજે 15 લાખ જેટલા લોકો આ મહોત્સવમાં ભાગ લેશે અને મા અર્બુદા ના દર્શન કરશે. બનાસકાંઠા ચૌધરી સમાજ દ્વારા ગોળ અને ઝલા પ્રમાણે અર્બુદા નો રથ લઈને પદયાત્રા કરીને પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે આવે છે. ત્યારે પોતાના રથ સાથે બનાસકાંઠા માંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો પારંપારિક વસ્ત્રો સાથે ગરબા રબી માં અર્બુદા શક્તિપીઠ ખાતે આવી રહ્યા છે. અલગ અલગ રાજ્યો માં થી આવનાર લોકો શું વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે..છેલ્લા 15 દિવસ થી અવિરત હજારો ચૌધરી સમાજના લોકો પોતાના રથ સાથે મોટા પ્રમાણમાં પગપાળા પાલનપુર શક્તિપીઠ અર્બુદાધામ ખાતે દર્શન માટે પહોંચી રહ્યા છે. ત્યારે આજે 30 થી વધુ ગામના 25 હજાર જેટલા લોકો પગપાળા પાલનપુર અર્બુદા ધામ ખાતે પહોંચ્યા હતા. રજત જયંતિ મહોત્સવ માતાજીના સહસ્ત્ર 108 કુંડી યજ્ઞની સાથે સાથે સમગ્ર દેશમાં ભાઈચારો સુખ શાંતિ બની રહે સમાજ વ્યસન મુક્ત થાય સમાજની શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય કુરિવાજો દૂર થાય તે ઉદ્દેશથી માતાજીના આ યજ્ઞનું આયોજન કરાયું છે.આ યજ્ઞ કમિટી નાં ચેરમેન પરથીભાઇ ભટોળ ચૌધરી સમાજ ના પ્રમુખ કેશર ભાઈ ભટોળ દિલ્હી મહાસભા પ્રમુખ વીરજી ભાઈ જુડાળ દ્વારા પદયાત્રીઓ ની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.