સરકારી માધ્યમિક શાળા દેવકાપડી દ્વારા સૌરાષ્ટ્રનો પ્રવાસ યોજાયો..ગુજરાત ની શાળા કોલેજ માંથી શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સરકારી માધ્યમિક શાળા દેવકાપડી દ્વારા સૌરાષ્ટ્રનો પ્રવાસ યોજાયો હતો. જેમાં ૩૦/૧૨/૨૨ થી ૧/૧/૨૩ દરમિયાન આ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.તા.૩૦ તારીખે દ્વારકા, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ,,૩૧ તારીખે પોરબંદર માં તારામંદિર ,ભારતમંદિર,માધવપુર ચોપાટી, સોમનાથ, તેમજ જુનાગઢ રાત્રિરોકાણ કર્યું હતું..એક તારીખ જુનાગઢ માં દામોદર કુંડ, શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ભવનાથ તળેટી ,ગિરનાર, કાગવડ ખોડલ ધામ, વીરપુર જલારામ બાપા, ચોટીલા ગબ્બર દર્શન કરી પરત ફર્યા હતા.