ખંભાતમાં ઠેર ઠેર ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.વહેલી સવારથી પતંગરસિયાઓ ધાબા પર ચડી ગયા હતા.ત્યારબાદ આકાશ પતંગોથી રંગબેરંગી બની ગયું હતું.એ કાપ્યો છે.. લપેટ..લપેટ, વીંટી લે..વીંટી લે..તેમજ બ્યુગલના અવાજો વચ્ચે લોકોએ આનંદ લૂંટયો હતો.સાંજ પડતા ધાબાઓ ઉપર ફિલ્મી ગીતો વગાડી યુવક-યુવતીઓએ નાચ્યાં હતા.લોકોએ ધાબા ઉપર ઊંધિયું, જલેબી, તલ-ગોળનાં લાડુ વગેરે ખાણી પીણીની મજા માણી હતી.ગુપ્તદાનનો મહિમા હોઈ લોકોએ દાન પુણ્ય પણ કર્યું હતું.ગાયોને લીલો ઘાસચારો પણ ખવડાવવામાં આવ્યો હતો.આભમાં સમડી, વિમાન, કુકડા, છોટા ભીમ, ડોરી મોન, સહિતના ફુગ્ગાઓ ઉડાડી નાના બાળકોએ મજા માણી હતી.ખંભાતમાં શાંતિપૂર્ણ રીતે ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરાઇ હતી.મોડી સાંજે લોકોએ દારૂખાનું ફોડી ભવ્ય આતશભાજી કરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368