દિયોદર ખાતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર નો આભાર દર્શન કાર્યક્રમ અને સત્કાર સમારંભ યોજાયો....

 લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનો ઠેર ઠેર જગ્યાએ આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દિયોદર વાગડ વાડી ખાતે બનાસકાંઠા સાંસદ ગેંનીબેન ઠાકોર નો આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કોગ્રેસ ના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારીએ સૌને આવકાર્ય હતા.કોંગ્રેસ ના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ તેમજ દિયોદર તાલુકા સમિતિ કોંગ્રેસ દ્વારા ગેનીબેન નું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આ ચૂંટણી કોમવાદ નહીં પરંતુ લોકશાહી ની રીતે લડાઈ હતી.તેમજ વોટ આપવો એ સૌનો અધિકાર હોય છે. ચૂંટણી કોમવાદ ઉપર લડવી જોઈએ નહીં ઉમેદવાર ને જોવો જોઈએ. વધુ માં જણાવ્યું હતું કે જેને વોટ આપ્યો હોય તેમનો પણ આભાર ના આપ્યો હોય તો પણ આભાર,, અમે બદલા ની ભાવના રાખતા નથી.ગામ માં કે કામ માં કોઈ વિવાદ ના કરવો જેવી વિનંતી કરી હતી.આવનારી ચૂંટણી ખભે થી ખભો મિલાવી આપડે ચૂંટણી લડવાની છે તેવું જણાવ્યું હતું.આ પ્રસંગે દિયોદર ના રાજવી અને પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, દિયોદર ના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા,કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી ,ભેમાભાઈ ચૌધરી સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાઘજીભાઈજોષી એ કર્યું હતું..