શ્રી રામાબાપુ ગૌશાળા કૈલાસધામ માલગઢ ના સ્વયંસેવકો શ્રી સવાજી કસ્તુરજી પરમાર અને શ્રી સોમાજી ખેતાજી સુંદેશાએ શ્રી ચી હં દોશી શાળા, ની મુલાકાત લીધી. શાળા ના આચાર્યશ્રી પ્રવીણભાઈ રાજગોરે તેમને આવકાર્યા. શિક્ષક શ્રી રાજાજી ખેગારજી ટાંકે, તેમનું સાફો પહેરાવીને સન્માન કર્યું. ગૌશાળા માટે થોડા ક પુસ્તકો ભેટ આપ્યા. શિક્ષક રાજાજી ખેગારજી ટાંકે 25555 (અંકે પચ્ચીસ હજાર પાંચ સો પંચાવન )નો ફાળાનો ચેક ગૌશાળા માં અર્પણ કર્યો. ગૌશાળા માં આ રીતે આપેલ દાન કલમ 80G હેઠળ 50% બાદ મલે છે. ગૌશાળા ઓમાં વધુ ને વધુ દાન આપવું જોઈએ,જેથી ઇન્કમ ટેક્સ માં 50% રાહત મળે.

ઉતરાણ પર્વ નિમિત્તે શ્રી રામાબાપુ ગૌશાળા અને કૈલાસ ધામ સાર્વજનિક સંસ્થા ની રાજાજી ખેગારજી ટાંક મુલાકાત લીધી. રુ.11111 નો ચેક ગૌશાળા ના કાર્યકર્તાઓને અર્પણ કર્યો. ગૌશાળા માં કાર્ય કરતા ગૌભકત બાબુલાલ ચતરાજી કચ્છવા,નરસિંહભાઈ હેમાજી ગેલોત, ઇનદાજી ભીમાજી સુંદેશા,સોમાજી સવાજી પરમાર નું સાફો, સાલ,તથા પુસ્તકો આપી સન્માન કર્યું અને શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે ગૌપ્રેમી કસ્તુરજી પ્રતાપજી ગેલોત તથા મોહનલાલ વકતાજી પઢિયાર હાજર રહ્યા.

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા