પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ખાતે વૃદાવન કોમ્લેક્સ દેના ગુજરાત ગ્રામીણ બેન્ક ની નીચે સાંતલપુર વિસ્તાર માં સૌપ્રથમ ન્યૂ Atm હિટાચી કંપની દ્વવારા ચાલુ કરવામાં આવ્યુ. જેમાં આજુબાજુ માં આવેલ મીઠાં ઉદ્યોગ અને સોલાર પાવર પ્લાન્ટ પણ આવેલ છે. જેમાં નોકરી કરતા તમામ વ્યક્તિઓ અને શિક્ષક કર્મચારીઓ ને આ Atm નો 24 કલાક લાભ મળશે અને દરેક બેન્ક ના Atm કાર્ડ આ Atm માં ઉપીયોગ કરી શકશે અને કોઈ પણ એક્સસ્ટ્રા ચાર્જ આપ્યાં વગર atm નો ઉપયોગ થશે.આ Atm ના ઓપનિંગ માં ખીમેશ્વર ગૌશાળા ના મહંત વિષ્નુ ગિરી બાપુ ના હાથે ઓપનિંગ કરવામાં આવ્યુ હતું.જેમાં સાંતલપુર ગામના આગેવાન શક્તિ સિંહ જાડેજા, આહીર અરજણ ભાઈ ભોજાભાઈ,વિક્રમ સિંહ જાડેજા,સુરેશ કુમાર કાંતિલાલ શાસ્ત્રી જી,આસ્તિક કુમાર રાજગોર,રણજિત સિંહ રાઠોડ,ઠાકોર મુરા ભાઈ અમરા ભાઈ શંકર ભાઈ હરિભાઈ તેમજ અમરત ભાઈ રાયધન ભાઈ  આમ તમામ ગામના વડીલ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.