કાલોલમાં ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હજરત મોલા અલી ના ઉર્ષની અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્રારા ઉજવણી

ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ ના દામાદ ઇસ્લામના ચોથા ખલીફા હજરત સૈયદ મોલા અલી રમજાન માસ ની ૨૧ તારીખે સમગ્ર ભારતમાં સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકો દ્રારા ઉર્સે ની ઉજવણી કરવામાં આવે છે.તેને લઈ ગતરોજ મોડી રાત્રે કાલોલ ખાતે ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન મુજબ અઝીમી ફેન્ડ સર્કલ દ્રારા સૈયદ મોલા અલી ઉર્સના મોકા પર હજારો ની ઉપસ્થિતમાં જુમ્મા મસ્જીદ પાસેથી જુલુશ પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ પરત નુરાની ચોકમાં આવી જીક્રરે હજરત સૈયદ મોલા અલી અને સલાતો સલામ પછી દુવા મોલાના શીબતૈનરઝા અશરફી દ્રારા માગી જુલુસ સભાના રૂપમાં ફેરવાયુ હતુ. ત્યારબાદ નમાઝે તરાહબી પછી હઝરત સૈયદ ના અમીરુલ મોમીનુલ મોલા અલી ઉર્ષની ઉજવણી અંતર્ગત ઇરાકના કુફા શહેરની મસ્જીદમાં શહિદી વહોરનાર હઝરત સૈયદ મોલા અલી રદીઅલ્લાહો અન્હો ની યાદમાં વાયઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના સીબતૈનરઝા અશરફી એ પોતાના વક્તવ્યમાં હદીસની રોશનીમાં હઝરત મોલા અલી ની શાનમાં સુંદર બયાન કરી હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારબાદ નીયાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં અકીદોમંદ ઉપસ્થિત રહ્યા હતા