ડીસા ના વાડી રોડ વિસ્તારના રહેણાંક મકાનમાંથી એલસીબી ની ટીમે દારૂ અને બિયર ની 110 બોટલો ઝડપી પાડી એજ શખ્સ ની અટકાયત કરી..

બનાસકાંઠા જિલ્લા પોલીસ વળા અક્ષય રાજ મકવાણા ની સૂચનાથી બનાસકાંઠા એલસીબીના પી.એસ.આઇ પીએલ આહીર સ્ટાફના નરેશભાઈ દિગ્વિજયસિંહ મુકેશભાઈ પરમાર જયપાલસિંહ અશોકભાઈ સહિત ની ટીમે સાથે ગઈકાલે ડીસા શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમી ના આધારે એલસીબી ની ટીમે ડીસાના વાડી રોડ વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર સામે રહેતા વિક્રમ બાબુજી માજીરાણા ના ઘરે રેડ કરતા તેના ઘરમાંથી દારૂ અને બિયર ની નાની-મોટી 110 બોટલો મળી આવી હતી જેથી એલસીબી ની ટીમે કુલ 13800 નો મુદ્દા માલ જપ્ત કરી આરોપી વિક્રમ માજીરાણા ની અટકાયત કરી આ મામલે વધુ તપાસ ડીસા ઉત્તર પોલીસે હાથ ધરી છે...