થરા જીવદયા સેવા સમિતિ દ્વારા ઘાયલ પશુ-પક્ષી બચાવો સારવાર કેન્દ્ર શરૂ કરાયું...

થરામાં છેલ્લા ૧૮ વર્ષથી અબોલ પક્ષીઓની ૧૦૮ ની જેમ અવિરત સેવા કરતા હરીભાઈ જોષી..

 ૧૪ મી જાન્યુઆરી સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ.ધનાર્ક કમુરતાં ઉતરવા ને સૂર્ય નું ઉતર તરફ પ્રયાણથી ઉતરાયણ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી પતંગોત્સવથી થાય છે.ઊંચા ધોઁઘાટ વહેલી સવાર થી મોંડી રાત સુધી પતંગ રશીયાઓ પતંગ દાવ પેચનો આનંદ લૂંટે છે.તો જીવસૃષ્ટિમાં પક્ષીઓ પોતાના બચાનો નિભાવ કરવા આકાશમાં વિહરીને ખોરાક પાણી શોધવા સવાર-સાંજ મોટી સંખ્યામાં નિકળે છે.કબૂતર,ચકલી બગલા,સમડી જેવા પક્ષીઓ પતંગ બાજોની દોરીનો ભોગ બનીને ઘાયલ થાય છે ત્યારે સારવાર નાં મળતાં મૃત્યુ પણ પામે છે.ઘાયલ પક્ષીઓનો જીવ બચાવવા થરા ગોકુળ નગર સોસાયટીના નાકે જીવદયા સેવા સમિતિ થરા દ્વારા આજરોજ ૧૪ મી જાન્યુઆરી ૨૦૨૩ ને શનિવાર ના રોજ સવારે ઊણ સોનગઢા ગોગા મહારજના ભૂવાજી રમેશભાઈ જોષીના સુપુત્ર વ્યોમ જોષી,ગુજરાત રાજ્ય પૂર્વ શિક્ષણમંત્રી તથા કાંકરેજ તાલુકા માજીધારા સભ્ય અને ખારીયાના પનોતાપુત્ર કીર્તિસિંહ પી.વાઘેલા, તાણાના પુર્વ-સરપંચ ગિરીશભાઈ એ.પટેલ વગેરેના વરદ હસ્તે રીબીન કાપી કેમ્પને ખુલ્લો મુક્યો હતો.આ કેમ્પ વર્ષના ૩૬૫ દિવસ ખુલ્લો રાખવામાં આવે છે.આ કેમ્પમાં કુતરા માટે રોટલી,ગાય માટે ઘાસ અને પાણી ના કુંડા, કુતરા માટે ચાટ,પક્ષીઓ માટે માળા,પક્ષીઓ માટે પાણીના કુંડા વગેરે સેવાકીય કાર્યો કેમ્પમાં કરવામાં આવે છે.કીર્તિસિંહ વાઘેલાએ નાની ઉંમરમાં આ ઉમદા અને સેવાકીય કાર્ય કરવા બદલ જીવ દયા સેવા સમિતિ ના પ્રમુખ હરીભાઈ જોષી,ઉપપ્રમુખ એમ.સી.સાધુ,મંત્રી હિતેશ પંચાલ, સહમંત્રી શૈલેશ સુથાર તથા સેવા સમિતીના દરેક કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા અને અભિનંદન આપ્યા હતા.આ કાર્યક્ર્મ કરવાથી તાલુકાના જીવદયા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોદ્વારા તેમાં ઉદારહાથે દાનની સરવાણી વહાવવામાં આવી હતી.આ કેમ્પમાં વેટરનરી ડોક્ટર અને પશુધન નિરીક્ષક મનોજભાઈ સાધુ દ્વારા આ કેમ્પમાં સેવા પુરી પાડવામાં આવી હતી.આ પ્રસંગે પૂર્વ ડિરેક્ટર સહ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્યના અચરતલાલ ઠક્કર,થરા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર,પ્રજાપતિ સમાજના અગ્રણી કનુભાઈ પ્રજાપતિ, તેજાભાઈ દેસાઈ સહિત સેવા સમિતિના કાર્યકરો દશરથજી ઠાકોર, કીર્તિ રાવળ, કિશન જોષી,અનિલ પુરોહિત, રોનકજી ઠાકોર,પ્રસાદ રાવળ, પિન્ટુ પ્રજાપતિ, ભુપેન્દ્રભાઈ, ચેતનભાઈ, રાકેશભાઈ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સેવા કરેલ.