રાધનપુર  રામસેવા સમિતિ દ્વારા રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર ગૌમાતા માટે દાન એકઠું કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી.રાધનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રકાશભાઈ દક્ષિણી અને અન્ય ગૌ સેવકો દ્વારા ઉતરાણની ઉજવણીના ભાગરૂપે થતાં ખર્ચની બચાવણી કરી ગૌ માતાને દાનમાં આપે છે. સાથે સાથે રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર કેમ્પ લગાવી અન્ય લોકો પાસેથી દાન એક એકઠું કરી ગૌમાતા માટે વાપરવામાં આવે છે. રાધનપુરના ગૌભક્તો અને રામ સેવા સમિતિની ઉમદા કામગીરી થી રાધનપુર વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી.

રિપોર્ટર:અનિલ રામાનુજ રાધનપુર