ડીસા શહેરીજનોએ ઉતરાયણ પર્વને લઇને લાખો રૂપિયાના જલેબી ફાફડા અને ચોળાફળી અને ઊંધિયાની જયાફત ઉડાવી

પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પતંગ-દોરા અને ચશ્માની ખરીદી સાથે જ ઊંધિયાનો સ્વાદ માણવા શાકભાજી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી 

જિલ્લામાં ઉતરાયણ પર્વને લઈને પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પતંગ-દોરા અને ચશ્માની ખરીદી સાથે જ ઊંધિયાનો સ્વાદ માણવા શાકભાજી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

ઉતરાયણ પર્વ મનાવવા માટે ડીસા શહેર તથા જીલ્લાવાસીઓ ખૂબ ઉત્સુક જોવા મળી રહ્યા છે. આ વખતે ઉત્તરાયણનો તહેવાર 2 દિવસ મનાવી શકાય તેવો સમય હોય, જેથી શનિવારે ઉતરાયણ પર્વની રજા અને રવિવારે જાહેર રજા હોવાથી પતંગ રસીકોમાં ઉત્સાહ છવાયો છે. પતંગ દોરીની સાથે પતંગ ચગાવતી વખતે આંખને તકલીફ ન થાય અને સૂર્યના કિરણો વચ્ચે પણ પતંગ ચગાવી શકાય તે માટે સન ગ્લાસીસ એટલે કે, ચશ્માની માંગ પણ વધુ જોવા મળી રહી છે. જેમાં રૂપિયા ૩૦થી માંડી ૫૦૦ રૂપિયા સુધીના સનગ્લાસીસનું ધૂમ વેચાણ જોવા મળ્યું હતું. સવારથી જ બજારોમાં વિવિધ સામગ્રી ખરીદીમાં બજારોમાં પણ રોનક જોવા મળી હતી.વધુમા ડીસા શહેરમાં આવેલા વિવિધ વિસ્તારોમાં ફુટપાથ પર તથા જાહેર રસ્તાઓ ઉપર મંડપ ડેકોરેશન લગાવી ઉંધિયુ જલેબી ફાફડા અને ચોળાફળી સાથે વગેરેની જયાફત માણવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે દાન પુણ્ય અને ગાય માટે ઘાસ નિરવી દાતાઓ અને પુણ્ય શાળીઓ પુણ્યનું ભાથું કમાય છે તો જાહેર માર્ગો ઉપર ગાય માટે ઘાસ નિરવવા સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ દ્વારા ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે

અહેવાલ નવીન ધર્માણી બનાસકાંઠા