લુવાણા કળશ ની પાવન અને પુણ્ય અને પવિત્ર ધરતી ઉપર મકરસંક્રાંતિના પાવન દિવસે કુતરાઓ માટે લાડુ બનાવવામાં આવ્યા..

 આ પરંપરા છેલ્લા 20 વર્ષથી ચાલી આવી રહી છે અને આજના સમયમાં પણ આ પરંપરા ને લુવાણા ગામના યુવાન મિત્ર મંડળ દ્વારા યથાવત ચાલુ રાખેલ છે, અને મકર સંક્રાંતિના પાવન દિવસે ગાયો માટે પણ દાન આપવામાં આ સાલ ચાર બોરી દાણ મિત્ર મંડળ દ્વારા ભેટ માં આવેલ છે..

 પાછલા કેટલા સમયથી ગાયોની પણ સારી મિત્ર મંડળ દ્વારા સેવા કરવામાં આવી રહી છે, અને પાછળના બે મહિનાથી બાજરી ની કતર અને તેની સાથે બાજરીની ભેયરડી અને દાણ અને ગોળ આ તમામ વસ્તુઓ 24 કલાક ગમણની અંદર મૂકવામાં આવે છે..

 અને આ પ્રકારે પુરા દિવસમાં વ્યવસ્થા કરવામાં આવે છે પાછલા બે ત્રણ મહિનાથી સતત ગાયો માટે કતર આપવામાં આવે છે..

 તો તમામ ગ્રામજનો નો ખુબ ખુબ આભાર જે પ્રકારે સુટા ની રળાવુ ગાયો માટે એક શામ ગૌમાતા કે નામ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જે પણ રકમ ગાયો માટે ભેટ આવેલ હતી..

 તે રકમથી આજ દિવસ સુધી સારી રીતે ગાયોની સેવા થઈ રહી છે અને આગળ પણ આવી જ રીતે લુવાણા ગામની રળાવુ ગાયો માટે સેવા થશે અને તમામ ગ્રામજનો આ ધર્મના કાર્યમાં સારો સાથ સહકાર મળી રહ્યું છે..

આવા ભાગીરથ કાર્ય ની અંદર જે પણ વ્યક્તિ સાત સહકાર અને સહયોગ આપે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે લુવાણા ગામની અંદર રાજ રાજેશ્વરી કલેશહર માતાજીના ચાચર ચોક ની અંદર સોટા ની રળાવ ગાયો અને પશુ અને પક્ષીઓની પણ સેવા થઈ રહી છે..

 આ ચાચર ચોક ની બંબે પક્ષી ઘર પણ બનાવેલા છે પક્ષીઓ ની પણ સેવા થઈ રહી છે આ ચોક ની અંદર દરરોજની સો જેટલી ગાયો સેવા થઈ રહી છે અને ગાયો માટે પાણી પીવા માટે પણ ગ્રામજનો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે..

 અને લુવાણા ગામના વતની અને હનુમાનજીના ઉપાસક ગૌભક્ત નરસી એચ દવે અને વાલજી નાઈ અને નેનમલ શાહ અને વિષ્ણુભાઈ દવે આ મિત્રો દ્વારા સતત ગાયોની સેવા કરે છે..

 દરરોજ બે ટાઈમ ઘાસચારો આ મિત્રો દ્વારા આપવામાં આવે છે આ સાલ કૂતરાઓને લાડુ બનાવવામાં સહયોગ આપનાર લુવાણા કળશ ગામના ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ અને ખુમાભાઇ રબારી અને આ તમામ લાડુ દૂધ ડેરી પકડવામાં આવશે અને સ્વરમાં જે પણ દૂધ ભરવા ગ્રાહક આવેલ છે..

 તેમને તેમના ઘરે જે કુતરા હોય એના માટે લાડુ આપવામાં આવશે અને ગામના કુતરાઓ માટે મિત્ર મંડળ દ્વારા શેરીએ શે અને તમામ વાસમાં ફરીને કુતરાઓને લાડુ ખવડાવવામાં આવશે..