લાખણી તાલુકાના આગથળા ગામના ભરતજી ગણાજી ઠાકોર અને પાચાજી ગણાજી ઠાકોર બન્ને જણા બાઇક નંબર જીજે-08-સીએલ-7089 પર સવાર થઇ જઇ રહ્યા હતા. ત્યારે ગોઢા રેલ્વે ફાટકથી આગળ રામપુરા ગામ તરફ થરાદ હાઇવે રોડ પર વિરાજી વકતાજી જાટના ખેતરની આગળ રોડ પર આખલો આડે આવી જતા અચાનક ભરતજી ગણાજીએ બાઇકને બ્રેક મારતા બાઇક પર પાછળ બેઠલા પાંચાજી ગણાજી ઠાકોર (ઉ.વ.35) જે રોડ પર પટકાઇ જતા તેમનું મોત નિપજ્યુ હતું.
આ અંગે ભરતજી ગણાજીએ ભીલડી પોલીસ મથકે જાણ કરતા ભીલડી પોલીસે મૃતકનું લાખણી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. કરાવી મૃતદેહ વાલી વારસોને સોપવામાં આવ્યો હતો. જેની વધુ તપાસ એ.એસ.આઇ. જેન્તીભાઇ ચલાવી રહ્યા છે.